કોરોના ની મહામારી માં શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયુ છે ત્યારે ચાલુ વર્ષે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા 10મી મે ની આસપાસ લેવાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે જેની સતાવાર જાહેરાત આવતા અઠવાડિયામાં કરવામાં આવે તેવી શકયતા છે.
આ વર્ષે 10 અને 12માં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે તેવું માધ્યમિક શિક્ષણ બોર્ડનું અનુમાન છે.
ઉપરાંત કોરોના ગાઈડલાઈનના કારણે પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોમાં વધારો કરાશે, 30% કોર્ષ ઘટાડવામાં આવતા પરીક્ષા પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવનાર છે.
ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે, જ્યારે બોર્ડની 10 અને 12ની પરીક્ષાની જાહેરાત આવતા અઠવાડિયામાં થઈ શકે છે, બોર્ડની પરીક્ષા 10 મે ની આસપાસથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
