ગુજરાત માં કોંગ્રેસ પાસે રહેલી 8 બેઠકો ભાજપે પોતાના હસ્તક કરી રાજકારણ ના સોગઠાબાજી માં કોંગ્રેસ ને મહાત કર્યા બાદ હાલ ખુશી નો માહોલ છે અને આગામી તાલુકા-જિલ્લા પંચાયત ની ચુંટણીઓ જાન્યુઆરી સુધી માં યોજાઈ શકે છે તેવે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી 30 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યઓ છે. સૂત્રો ના જણાવ્યા મુજબ તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ની પેટા ચુંટણીઓ અગાઉ 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ હવે ફરીથી ગુજરાત ની મુલાકાતે આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
