કોરોના સામે જીત હાંસિલ કરવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા ગુજરાત ના ગાંધીનગર અને રાજકોટ જિલ્લા માં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 475 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિનેશન પહેલા વેક્સિનેશન અંગે માહિતગાર કરવા ટ્રાયલ રન નો પ્રારંભ થઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 10 અને રાજકોટ જિલ્લામાં 9 વિવિધ નક્કી કરાયેલ જગ્યાએ આ ટ્રાયલ રન થનાર છે જ્યાં દરેક સ્થળે 25 હેલ્થ વર્કર્સ કે જેઓ ને કોરોના રસી અપાવાની છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેક્સિનેશન અંગે માર્ગદર્શન અપાશે જેમાં કોરોના વેક્સિનેશન કેવી રીતે થશે, રસીનું સ્ટોરેજ પ્રોટોકોલ મુજબ સ્ટોરેજ ફેસિલિટી સેન્ટર ખાતે કઈ રીતે કરવું, વેક્સિનેશન માટે લોકોને કઈ રીતે લાવવા લઈ જવા વગેરે બાબતો નું ટ્રાયલ રન માં માર્ગદર્શન અપાશે. રાજ્યમાં વેક્સિનેશન માટે ડેટા કલેક્શનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 50થી વધુ વયના 1 લાખ અને 50થી ઓછી ઉંમરના પણ અન્ય મોટી બિમારીઓ ધરાવતા 2.61 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે જેઓ ને પ્રથમ કોરોના રસી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.
