આજે તા. 28 થી 31 જાન્યુઆરી સુધી સતત ચાર દિવસ સુધી બેંકો બંધ રહેવાની હોય ટાન્જેક્શનને અસર થશે.
આજે 28 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર અને આવતીકાલે તા. 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બે દિવસ બેંકો બંધ રહેશે જ્યારે તા.30 અને 31 જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવાના હોય ચાર દિવસ બેંકનું કામકાજ ઠપ્પ થઈ જશે,આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે.
હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કહ્યું કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા તા. 30-31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી બે દિવસીય હડતાળમાં દેશભરમાં બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે.
મહત્વનું છે કે બેંક કર્મચારીઓની પાંચ માંગણીઓ છે.
જેમાં પ્રથમ બેંકિંગ વર્કિંગ કલ્ચરમાં સુધારો, બેંકિંગ પેન્શન અપડેટ કરો, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નાબૂદ કરો, પગારમાં સુધારો કરો અને તમામ કેડરમાં ભરતી કરો.