આજથી રાજ્યના ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારાની માંગ સાથે તમામ પ્રકારની તબીબી સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જતા કોરોના માં સારવાર માટે નો પ્રશ્ન વિકટ બનશે કારણ કે કોરોના માં આજ ઈંટર્ન ડોકટરો ની સેવા લેવામાં આવતી હતી.
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં પણ અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને મળી રહ્યુ છે તેવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે
ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચુકવવામાં આવે તેમજ
એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડૉકટરોને બોન્ડ સમયગાળામાં 1:1 ગણી ઈન્ટર્નશિપ પુરી થયે તમામને બોન્ડમુક્ત ગણવા
આજદિન સુધી કોરોનામાં જે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડૉકટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ. 1000નું મહેનતાણું આપવામાં આવે આમ આ માંગ જ્યાં સુધી પુરી કરવામાં નહિ આવે ત્યાં સુધી કામ થી અળગા રહેવા સાથે હળતાળ જારી રહેશે તેમ તેઓનું કહેવું છે. ઈન્ટર્ન તબીબો કોરોનામાં છેલ્લા નવ મહિનાથી સતત કામ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં 300 જેટલા ઈન્ટર્ન તબીબો કોરોના સંક્રમિત થયા છે. આ તબીબો સ્ટાઈપેન્ડ વધારવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ કોઈ ઉકેલ ના આવતાં હવે અચોક્કસ મુદ્તની હડતાળ પાળવાનું નક્કી કર્યુ છે. ઈન્ટર્ન તબીબોની એવી પણ માગ છે કે, તેઓ એપ્રિલ મહિનાથી સતત ફરજ બજાવી રહ્યા છે.
