આજે પુષ્પ નક્ષત્ર હોય બજારોમાં ભીડ ઉમટી પડશે ,શસ્ત્રો માં આ નક્ષત્ર નું મહત્વ હોય ખરીદી માટે ઉત્તમ મનાય છે અને લગ્નસરા તેમજ દિવાળી માટે ખરીદી થશે. પુષ્પ જે તમામ કાર્યોમાં સંકલ્પસિદ્ધ કરનાર છે, પુષ્ય નક્ષત્ર આજે શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરુ થશે અને બીજા દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે ત્રણ શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે. પુષ્પ નક્ષત્રનો સ્વામી ભગવાન શનિ છે અને આ નક્ષત્ર શનિવારે પડવાના કારણે 07 નવેમ્બરના રોજ અદ્ભૂત યોગ રચાઇ રહ્યો છે. મુહૂર્ત ગ્રંથો અનુસાર, દિવસ અને રાતના મધ્યમાં 30 મુહૂર્તો છે, જેમાં ઘણા મુહૂર્તો છે જેમાં કોઈ પણ જરૂરી કાર્ય કરી શકાય છે, પરંતુ વાર અને નક્ષત્રના જોડાણને લીધે આવા ઘણા શુભ યોગો રચાયા છે.પુષ્ય નક્ષત્રનું વણજોયું મુહૂર્ત એટલા માટે પણ ખાસ બની ગયું છે, કારણ કે આ દિવસે સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી શુભ અને રવિયોગ બને છે, સાથે જ શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગ રહેશે. ગ્રહોની આ સ્થિતિને લીધે ખરીદી કરવાથી તમામ મનોરથ સિદ્ધ થાય છે. આમ ખરીદી માટે આજનો દિવસ ઉત્તમ હોય બજારો માં ભીડ રહેશે.
જોકે,કોરોના ને લઇ મોંઘવારી નો માર અને ધંધા, નોકરી ને અસર હોય જે લોકો ને ત્યાં આગામી લગ્ન પ્રસંગ હોય તેવા ગ્રાહકો સોના-ચાંદી ખરીદશે અને આવા ગ્રાહકો ની સંખ્યા વધુ રહેશે બાકી ના દિવાળી માટે જરૂરી ચીજ વસ્તુઓ અને કપડાં અને મીઠાઈ ની ખરીદી થશે.