રાજ્ય માં ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડી નું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે જોકે, ઠંડા પવનોનું પ્રમાણ ઘટતાં શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધીને 30.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધીને 16.7 ડિગ્રી નોંધાયું હતું પણ આજે રવિવારે બપોર બાદ રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે પરિણામે ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
