ભગવાન શ્રી ગણેશજી નું ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ધામધૂમથી સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી શ્રીજીની પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે તા.31 ઓગસ્ટ 2022 ના રોજ, ગણેશ ચતુર્થી ના દીને શ્રીજીનું સ્થાપન કરાયું હતું
ગણેશ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીના દીને વિસર્જન થાય છે.
આ વર્ષે અનંત ચતુર્દશી આજે તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે.
આજે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આજે અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય આ મુજબ છે.
હિન્દૂ પંચાંગ મુજબ અનંત ચતુર્દશી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 08 સપ્ટેમ્બર 2022ને ગુરુવારે જ રાત્રે 09:02 કલાકે શરૂ થઇ જાય છે જે બીજા દિવસે એટલે કે, આજે 09 સપ્ટેમ્બર 2022, તે શુક્રવારે સાંજે 06:07 વાગ્યે સમાપ્ત થશે, આ સમયગાળા માં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે તો આવો જાણીએ ક્યાં મુહૂર્તમાં શ્રીજીનું વિસર્જન કરવું જોઈએ.
સવારે ગણેશ વિસર્જન મુહૂર્ત – સવારે 6.03 થી -10:44 સુધી
ગણેશ વિસર્જન બપોરે મુહૂર્ત – 12:18 થી 1:52 મિનિટ
ગણેશ વિસર્જન સાંજે મુહૂર્ત – સાંજે 5.00 કલાકે – 6.31 સુધી
આમ આ મુહૂર્તમાં શુભ સમયમાં વિસર્જન કરી શકાય છે.