આજે CM, ગૃહમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેઆમ રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે મોટો નિર્ણય લે તેવી શક્યતા છે જોકે વાત એમ પણ છે કે સરકાર ફટાકડા ફોડવાના મૂડ માં જણાઈ રહી છે છતાં પણ બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
વિગતો મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જો કે સૂત્રો નું માનીએ તો ગુજરાત સરકાર ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર આ મુજબ જ ટ્રિબ્યુનલને જવાબ આપે તેવી શકયતા છે.
નવરાત્રી માં તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહિ તે માટે પ્રતિબંધ હતો પણ ફટાકડા ની વાત જુદી છે જેથી ગુજરાત સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી નીરસ લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય તે માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જો કે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવે છે તે યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે. આમ બેઠક દરમ્યાન આ રીતે નિર્ણય લેવાય તેવી શકયતા રહેલી છે.
