આજે ગણેશોત્સવ છે આજે 31 ઓગસ્ટ, બુધવાર એટલે શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે.
બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવાથી બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતાં વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે
આજે ગણેશચોથના દિવસનો પવિત્ર દિવસ છે અને આજથી શરૂ થતાં ભગવાન ગણેશજી ઉત્સવ દરમિયાન ઠેરઠેર શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે.
આજે રવિયોગનો સંયોગ પણ છે,રવિયોગમાં કરવામાં આવતી પૂજાનું ખુબજ મહત્વ છે જે હંમેશાં લાભકારી રહે છે.
આજના દિવસે રવિયોગ તા. 31 ઓગસ્ટના સવારે 6 વાગીને 06 મિનિટથી શરૂ થશે, જે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 12 વાગીને 12 મિનિટ સુધી રહેશે.
આજે ગણેશચતુર્થીના દિવસે ચાર મુખ્ય ગ્રહ સ્વરાશિમાં રહેશે. ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં, શનિ મકર રાશિમાં, બુધ ગ્રહ પોતાની જ રાશિ કન્યામાં અને સૂર્યદેવ સ્વરાશિ સિંહમાં રહશે. આ કારણે શુભ સંયોગમાં ગણેશ સ્થાપના કરવાથી જીવનમાં વૈભવ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે.
આ વર્ષે એ બધા જ યોગ-સંયોગ બની રહ્યા છે, જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા આજે બુધવાર, તિથિ ચોથ, નક્ષત્ર ચિત્રા અને બપોર સમય. આ એ જ સંયોગ હતા, જ્યારે પાર્વતીજીએ માટીના ગણેશ બનાવ્યા હતા અને શિવજીએ એમાં પ્રાણ ઉમેર્યા હતા.
આ ઉપરાંત કેટલાક દુર્લભ અને શુભ યોગ બની રહ્યા છે, જે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ દરમિયાન રહેશે.
શ્રીજી નું સ્થાપન આજે કરવા સારા મુહૂર્ત આ મુજબ છે, સવારે- 11.43થી બપોરે 13.56 સુધી
વિજય મુહૂર્ત- બપોરે 02.05થી 02.55 સુધી
ગોધૂલિ મુહૂર્ત- સાંજે 06.06થી 06.30 વાગ્યા સુધી
અમૃત કાળ- સાંજે 05.42 થી 07.20 સુધી
દિવસનાં ચોઘડિયાં
લાભઃ સવારે 06.12થી 07.46 સુધી
અમૃતઃ સવારે 07.46થી 09.19 સુધી
શુભઃ સવારે 10.53થી 12.27 સુધી
લાભઃ સાંજે 05.08થી 06.41 સુધી
શુભ યોગ સંયોગ
રવિયોગ- સવારે 05.38થી રાતે 12.12 વાગ્યા સુધી રવિયોગ રહેશે. આ દિવસે શુક્લ યોગ પણ રહેશે.
નક્ષત્ર- ચિત્રા અને સ્વાતિ
ગ્રહ- સૂર્ય સિંહમાં, ગુરુ મીનમાં, શનિ મકરમાં અને બુધ કન્યા રાશિમાં રહેશે. આ ચારેય ગ્રહ પોતાની જ રાશિમાં રહેશે. બાકી મંગળ વૃષભમાં અને શુક્ર કર્ક રાશિમાં રહશે. રાહુ મેષ તો કેતુ તુલામાં રહેશે,આમ આજે શ્રેષ્ઠ સમયમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરી શકાય છે.
10 દિવસ સુધી ઉજવાતા આ તહેવારમાં ગણપતિ બાપ્પા પધારે છે, તેમની વિશેષ પૂજા-અર્ચના સાથે તેમને દરરોજ પ્રસાદ ધરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગજાનનને તેમની પસંદગીનો ભોગ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી દરેક મુશ્કેલી દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દસ દિવસો માટે તમે ગણપતિ બાપ્પાને આ પ્રિય વસ્તુઓ અર્પણ કરીને ખુશ કરી શકો છો.