આપણા શાસ્ત્રોમાં પ્રાચીન ગ્રંથોનું વિશેષ મહત્વ છે અને આજે તા.15 જૂન, બુધવારે બપોરે 12.20 કલાકે સૂર્ય વૃષભ રાશિથી મિથુન રાશિમાં આવતા આજે મિથુન સંક્રાંતિ પર્વ ઉજવાય છે. આ મહિને ભગવાન સૂર્યની ખાસ પૂજા કરવાની પરંપરા છે.
પ્રાચીન ગ્રંથોમાં સ્કંદ અને સૂર્ય પુરાણમાં જેઠ મહિનામાં સૂર્ય પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે.
આ હિંદુ મહિનામાં જ મિથુન સંક્રાંતિએ સવારે જલ્દી ઉઠીને ભગવાન સૂર્યને જળ ચઢાવવાનો મહિમા છે.
સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા સહિત પૂજા સામગ્રીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા પછી મિથુન સંક્રાંતિએ દાનનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે વિશેષ કરીને કપડા, અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.
આજે 15 જૂને બપોરે 12.20 કલાકે સૂર્યનું રાશિ પરિવર્તન થશે. આ કારણે સૂર્ય પૂજા અને દાન કરવા માટે પુણ્ય કાળ બપોરે 12.20થી સાંજે 7.20 સુધી રહેશે. આ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા અને દાનથી ખૂબ જ પુણ્ય મળે છે. આ દરમિયાન કરવામાં આવતા શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
આમ, આજના દીને આ મહત્વ રહેલું છે જે મુજબ પૂજાનું ફળ મળે છે અને નિરોગી રહેવાય છે,મન પવિત્ર રહે છે.