રાજ્યમાં મહેસાણા એસટી વિભાગે કરેલા નવતર પ્રયોગમાં હવે ટીકીટ રોલ માંથી નીકળતી પ્લાસ્ટિકની ભૂંગળીઓ ફેંકી દેવાના બદલે તેને એકત્ર કરી જમા થનારા વેસ્ટ જથ્થાને ભંગારમાં આપી લાખ્ખો રૂપિયા એકત્ર કરવા તખ્તો ગોઠવાયો છે.
વિગતો મુજબ મહેસાણા ST ડેપોના કંડક્ટરો ટિકિટ આપે છે તે રોલની અંદરથી નીકળતી પ્લાસ્ટિકની ભુંગળીઓ ભેગી કરી ભંગાર તરીકે જમા કરવાનો આદેશ કરાયો છે.
કારણ કે લગભગ 4.50 લાખથી 5 લાખ ભૂંગળીઓ માત્ર મહેસાણા ડેપોમાં જ નીકળી રહી છે અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવેતો 1.50 કરોડ ભૂંગળી નિકળતી હોવાનો અંદાજ છે આ તમામ જથ્થાને એકત્ર કરી તે જથ્થાને મોટાપાયે વેચવામાં આવેતો પણ લાખ્ખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે.
જોકે,રાજ્યમાં મહેસાણા ડેપો દ્વારા આ ભૂંગળીઓ એકત્ર કરી તેને જમા કરાવવા લેખિતમાં આદેશ કરવામાં આવ્યો છે.

આ નવતર પ્રયોગ ખરેખર ખુબજ આવકાર દાયક છે અને વેસ્ટ માંથી બેસ્ટ આઈડિયા ગણાવાઈ રહ્યો છે કારણ કે આ પ્લાસ્ટિક રિસાયકલ થઈ નવા રૂપમાં આવશે અને આવક પણ થશે ઉપરાંત વેસ્ટ જથ્થો જમીનમાં અવરોધ રૂપ થતો પણ અટકશે.