રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાવા જઈ રહ્યો છે તેવે સમયે ભાજપમાં જોડાયા બાદ લગભગ ગાયબ જણાઈ રહેલા બે યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ભાજપ ક્યાંથી ચૂંટણી લડાવશે તે અંગે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે જેમાં હાલ જે ચર્ચા ચાલી રહી છે તે જોતા અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુર અથવા કલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
મહત્વનું છેકે છેલ્લા છ મહિનાથી અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં વધુ જોવા મળી રહયા છે.
રાધનપુર ખાતે તેઓએ પોતાનું ઘર પણ લઈ લીધું હોવાની વાત છે,
ત્યારે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુરા બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી અટકળો તેજ બની છે.
જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગોઠવાઈ ગયેલા હાર્દિક પટેલને ભાજપ હાર્દિક પટેલના માદરે વતન વિરમગામ અથવા મોરબીના ટંકારા બેઠક પરથી ટીકીટ આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ બંને નેતાઓને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે તે જોવું રહ્યું.
આ બન્ને નેતાઓ એક સમયે ભારે ભીડ એકત્ર કરતા હતા અને યુવાઓમાં પ્રિય નેતાઓ ગણાતા હતા ત્યારે હવે બદલાયેલી સ્થિતિમાં તેઓ કેવો જાદુ કરશે તેતો સમયજ કહેશે.