દિલ્હીમાં જ્યારે અન્ના હજારે આંદોલનકારી તરીકે ઉભર્યા ત્યારે કેજરીવાલે શરૂ કરેલી રાજકીય સફર આજે દિલ્હી બાદ પંજાબ સુધી પ્રસરી છે અને હવે ગુજરાતમાં પણ વિપક્ષના નજીકના સ્થાને પહોંચી ગઈ છે સુરત મનપા માં બનાવેલું આ સ્થાન હવે આગળ વધી રહ્યુ છે ત્યારે હવે ભાજપ ને કોંગ્રેસ કરતા આપ થી વધુ ટેંશન થયું છે.
આ બધા વચ્ચે કેજરીવાલ જે રીતે બેફામ મોંઘવારીમાં વીજળી અને શિક્ષણ,મુસાફરી માટે જનતાને રાહતો આપી તેનાથી લોકોમાં પ્રભાવ ઉભો થયો છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરી, આ સુવિધાઓને રેવડી કલ્ચર ગણાવતા દેશના વિકાસ માટે આ ‘રેવડી કલ્ચર’ ખૂબ જ ઘાતક હોવાનો ભાજપ દ્વારા પ્રચાર થઈ રહ્યો છે.
ઉત્તરપ્રદેશથી હવે ગુજરાતના રાજકારણમાં આ શબ્દો ઘૂસ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલે રેવડી વાળા મોદીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો કે, રેવડી તો પ્રસાદ છે, જે મફતમાં મળતો હોય એટલે બધાએ ગ્રહણ કરવા જોઈએ.
જોકે કેજરીવાલના આ નિવેદન ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું હતું કે, કોઈપણ રેવડીવાળાને ગુજરાતમાં ઘુસવા નહીં દઈએ.
આમ,કેજરીવાલે જે રાહતો પંજાબ અને દિલ્હીમાં આપી છે તેને ગુજરાતમાં નહિ આપવા દઈએ તેવું હવે લોકોને લાગતા ફરી આપ અને ભાજપ વચ્ચે મુદ્દો બન્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે ગુજરાતની પ્રજા રેવડીનો પ્રસાદ ગ્રહણ કરશે કે નહીં તેતો આવનારો સમય જ બતાવશે.