ગુજરાતમાં મોંઘી વીજળી સામે આમ આદમી પાર્ટીએ આંદોલન ચલાવવા તખ્તો તૈયાર કરી દીધો છે અને રાજ્યભરમાં અભિયાન હાથ ધરવામાં આવશે.
આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આજે વીજળીના આંદોલનને લઇને પ્રદેશ સચિવ હસમુખ પટેલ અને જે .જે .મેવાડાએ જણાવ્યુ કે ગુજરાત માં મોંઘી વીજળી આપવામાં આવે છે ત્યારે ગુજરાત ને પણ વીજળી ના 200 યુનિટ ફ્રી આપવમાં આવે તેવી તેઓએ માંગ કરી ઉમેર્યું કે જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાત માં પણ 200 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે.
આપ દ્વારા તારીખ 16/6/2022 થી સમગ્ર ગુજરાત માં વીજળી આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે અને ગુજરાત ની જનતાજ મોંઘી વીજળી આપી ને લૂંટવામાં આવી રહી છે તેના પ્રત્યે ઘરે ઘરે જઇને લોકોએ જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવશે.
જે જે મેવાડાએ જણવ્યું કે વીજળી માટે રાજ્ય સરકારે સરકારે ખાનગી વ્યક્તિઓ પાસેથી ટેન્ડરો મંગાવીને વીજળી ઉત્પન્ન કરાવી છે એટલે કે સરકારી સાહસોનું ખાનગી કારણ કર્યું છે, 2007માં 25 વર્ષ સુધી જે વીજળી ખરીદવાનાં જે ભાવ નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટ ના દબાવ હેઠળ આવી ને ગુજરાત સરકારે રિવાઇઝ કરી નાખતા એપ્રિલ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ 1 રૂપિયો 80 પૈસા ,ત્યારબાદ જુલાઈ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ 1રૂપિયો 90 પૈસા,માર્ચ 2022 માં પ્રતિ યુનિટફ્યુઅલ ચાર્જ 2રૂપિયો ને 20 પૈસા થયો તેના બાદ એપ્રિલ 2022માં 2 રૂપિયો 30 પૈસા થયો છે આમ સરકાર ની ભૂલો નો ભોગ ગુજરાત ની જનતા બની રહી છે
હસમુખભાઈ એ કહ્યુકે સરકારે કુત્રિમ અછત ઉભી કરી છે તેમને સરકારની સોલાર રૂટ ટોપ યોજના પાર પણ ઘણા સવાલ ઉભા કર્યા સરકારનું વીજળી ષડયંત્ર લોકોને જણાવશે તે સિવાય આમ આદમી પાર્ટી સવારે પદયાત્રા કરશે અને સાંજે મસાલ યાત્રા કરશે આવી રીતે લોકોને તારીખ 16 થી 24 સુધી જનઆંદોલન કરી ને જનતાને જાગૃત કરવામાં આવશે.