રાજ્યમાં ચૂંટણીઓ લોહિયાળ બનવાની શક્યતાઓ વચ્ચે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો છે,આ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
સુરતમાં સિમાડાનાકા ખાતે AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર લાકડી અને પાઈપો સાથે ધસી આવેલા હુમલાખોરોએ મનોજ સોરઠીયાને ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
આ ઘટનાને પગલે આપ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનોજ સોરઠીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.