કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, હાલ રાજ્યમાં 82 ટકા વસ્તી ધરાવતા સમાજ સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ કર્યા હતા.
રાજ્યમાં 52 ટકા વસ્તી બક્ષીપંચ, 7 ટકા વસ્તી દલિત, 14 ટકા આદિવાસી અને 9 ટકા લઘુમતીઓ મળી કુલ 82 ટકા ભેદભાવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં આપ આવવાથી કોંગ્રેસને નુકસાન થશે તેવા નિવેદન મુદ્દે તેઓએ જણાવ્યું કે, આપ ભાજપની બી ટીમ છે, ભાજપનું પેપર ફૂટી ગયું છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસની પોલ ખુલ્લી પડી છે.
હાલમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ હોવાનું ચિત્ર ઉભરી રહ્યું છે અને કોંગ્રેસનું ક્યાંય નામ સંભળાતું નથી અને મોટા ભાગના કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાઈ જતા તેઓના વિસ્તારોમાં કોંગ્રેસનું કોઈ નામ લેતું નથી આ સ્થિતિમાં હવે આપ અને ભાજપ વચ્ચે મુકાબલો રહેશે તેમ રાજકીય પંડિતોનું માનવું છે.