ગુજરાત માં હાલ લોકડાઉન 4 31મી એ પૂરું થશે અને વધુ એક લોકડાઉન 5 આવી શકે છે ,જેમાં કેન્દ્ર સરકાર ગાઈડલાઈન જારી કરીને જે-તે રાજ્ય સરકારને કોરોના સ્થિતિ મુજબ લોકડાઉનના વધુ એક તબક્કાની સત્તા આપશે. આ એક રીતે લોકડાઉન 5.0 જેવું હોઈ શકે છે જેમાં વધુ છૂટછાટો અપાઈ શકે છે. રાજ્ય સરકારો પોતાની સત્તા મુજબ શુ કરવું જોઈએ અને કેવી રીતે કોરોનાને નિયંત્રિત કરવો તે અંગે નિર્ણય લઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે પણ કોરોનાને કાબૂમાં લેવા આ વ્યૂહરચના મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનેલોકડાઉન હજુ હળવું કરવા સાથે હાલ સાંજે 7થી સવારના 7 સુધીના કરફ્યુમાં વધુ 2 કલાકની છૂટ મળી શકે છે. જેથી વેપાર-ધંધા સાંજે 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાય તેવું મનાય છે.અને વધુ 2 સપ્તાહનું લોકડાઉન વધારવામાં આવી શકે છે.
ગુજરાતમાં ‘લોકડાઉન 5.0’ હળવુ અને નહિવત નિયંત્રણો જેવુ હોવાના સંકેત છે કે રાજયમાં લોકડાઉન 5.0 માં વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નકકી થયા બાદ ગુજરાત સરકાર આખરી નિર્ણય જાહેર કરશે. ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે એટલે સંપૂર્ણ મુક્તિ મળવાની શકયતા નથી. જો કે, વધુ છૂટછાટો સાથેનું લોકડાઉન 5.0 આવી શકે છે. તેની સાથે વેપાર-ધંધા-અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા તથા લોકોનું નાણાં સંકટ દૂર થઈ શકે તેવા મુદાઓને કેન્દ્રમાં રાખીને નિયંત્રણો ઘટાડી દેવામાં આવી શકે છે.
દુકાનો-બજારો ખુલ્લા રાખવાના સમયગાળામાં પણ વધારો થઈ શકે
રાજય સરકારે તમામ મંત્રીઓ, અધિકારીઓ, વેપાર-ઉદ્યોગ સંગઠનો તથા અન્ય વર્ગના લોકો પાસેથી વિગતો એકત્ર કરી છે અને સૂચનો મેળવ્યા છે. આ ફીડબેકના આધારે બે થી ત્રણ સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, લોકડાઉન 4.0 કરતા પણ તેમાં વધુ છુટછાટો આપવામાં આવશે. અત્યારે બજારો-દુકાનો સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ છે તેમાં બે કલાકનો વધારો કરાઈ શકે છે. સાંજે 6 વાગ્યા સુધી બજારો-દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી શકે છે અને રાત્રિ કરફયુનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે. ઉપરાંત રેડ તથા કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ થોડીક વધુ છૂટછાટો આપવામાં આવે તેવી શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.જોકે છૂટછાટો વચ્ચે પણ હજુ બજારો માં મંદી અને દહેશત નો માહોલ છે લોકો સ્વચ્છતા અને માસ્ક નું પાલન કરતા થયા છે ત્યારે કોરોના વચ્ચે જીવતા શીખવું પડશે અને ચેપ ન લાગે તે માટે જાતેજ તૈયારીમાં કરવી પડે તેવી સ્થિતિ વચ્ચે નવું લોકડાઉન વધતા કેસો વચ્ચે વધુ છૂટછાટ વાળું રહે તેવી શક્યતા છે.
