દેશમાં ટૂંકા પગાર અને આવક ધરાવતા પરિવારને કોઈ દિવસ પોષાય નહિ તેવો ભાવ વધારો ઝીકાઈ રહ્યોં છે અને હવે લોટ,દાળ,અને દહીં, છાશ ઉપર પણ ભાવ વધારો ઝીકી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ ઉપરાંત પેક્ડ છાશ, દહીં અને દૂધ જેવી મિલ્ક પ્રોડક્ટ પર પણ 5 ટકા જીએસટી લાગુ કરી દેતાં સામાજિક કાર્યકર્તાની 20 લોકોની ટીમે વડોદરાના મકરપુરા ડેરી સર્કલ પાસે લોકોને મફતમાં જીએસટી વગરની જીરા છાશનાં 500 પેકેટનું મફતમાં વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ ‘આજે છાશ પર, કાલે શ્વાસ પર જીએસટી લાગુ કરાશે’ તેવા પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો.
સરકારે દરેક વસ્તુને જીએસટી હેઠળ લાવી દઈને મોંઘવારીમાં વધારો કર્યો છે.ખાસ કરીને મધ્યમ અને ગરીબ પરિવાર છાશમાં મીઠું મરચું નાખીને પણ રોટલી સાથે જે ખાતો હતો, તેમાં પણ 5 ટકા જીએસટી લાગુ કરી સરકારે ગરીબ વર્ગને ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને રોજ બરોજ માત્ર જનતા ના ખિસ્સામાંથી રૂપિયા કેમ કાઢવા તેવા સ્માર્ટ આઈડિયા ઝીંકી દેવા સામે પ્રજામાં વિરોધ શરૂ થયો છે.
પેટ્રોલ, ડીઝલ,ગેસ,ખાદ્યતેલો ખુબજ મોંઘા થઈ ગયા છે હવે છાસ,લોટ,દહીંમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વડોદરામાં તો લોકો એ બેનરો સાથે વિરોધ કર્યો હતો.