ગુજરાત માં હવે મારામારી , હત્યા, ફાયરિંગ ની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે ત્યાંજ વધુ એક બનાવ માંઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ઉપર ફાયરિંગ થતા ભારે સનસનાટી મચી ગઇ છે. આ ચકચારી ઘટનામાં કે.સી.રાઠોડ સહિત 3 લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગતા ત્રણેય ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ માં સારવાર ચાલુ છે. જો કે અજાણ્યા શખ્સોએ ક્યાં કારણોસર ગોળી ચલાવી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયરિંગ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. ઘટનાસ્થળેથી વાગેલી ગોળીઓ જોવા મળી હતી. જે પોલીસે કબ્જે કરી હતી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે ફાયરિંગ કરી ભાગી છૂટનાર 2 અજાણ્યા ઈસમો ની તપાસ શરૂ કરી છે અને હુમલા નું કારણ વગરે કડી મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
