મહેસાણા જિલ્લાના ઊંઝા ભાજપ ના ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે 44 ની વયે નિધન થઈ જતા શોક ની લાગણી પ્રસરી છે. ડેન્ગ્યુ થયા બાદ આશાબેનપટેલના શરીર ના મોટા ભાગનાં અંગો ફેલ થઇ જતા રિક્વરીના ચાન્સ બહુ ઓછા હતા. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં હાજર હતાં.
આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. સ્વજન તેમના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા હતા જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ આવતીકાલે સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશાબેનના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, આશાબેન પટેલને ડેન્ગ્યુના કારણે ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોકટરોની મહેનત છતાં બચાવી શક્યા નથી. બપોરે 1 કલાક પહેલાં તેઓનું નિધન થયું છે. તેમના પરિવારજનો, ઉંઝા માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના લોકો હાજર હતા. ઉંઝા લઈ જઈ ધાર્મિકવિધિ કરવામાં આવશે. સાંજે 5.30 વાગ્યે ઉંઝા માર્કેટ યાર્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યારે આવતીકાલે સવારે વતન વિસોલ ખાતે લઇ જવાશે જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બાદમાં સિદ્ધપુર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવશે.
પીએમ મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી
સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે
