લોકડાઉનના કારણે યુવાનોમાં સોશ્યિલ મીડિયાનું વપરાશ વધ્યો છે. દોસ્ત અને સબંધીમાં અંતર ઘટ્યો છે.મોટા ભાગના યુવાનો મોબાઈલ સ્ક્રીન ટાઈમ 96 ટકા પર પહોંચી ગયો સોશ્યિલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થીએ કરેલા રિસેર્ચ બહાર આવ્યું.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સોશ્યિલ વર્ક ફેકલ્ટીની આડઅસર જોવા મળી.કોરોના મહામારીના સમયગાળામાં શું થઈ આડઅસરો.
મ.સ.યુનિ.માં અભ્યાસ કરતાં યુવાન વિદ્યાર્થીઓ પર સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિની સાંઇ આકૃતીએ કોરોના મહામારીના સમયગાળામાં શું અસરો થઇ તેના પર પ્રો.ભાવના મહેતાના ગાઇડન્સમાં 103 વિદ્યાર્થીઓનો ડેટા સર્વે વિવિધ પ્રશ્નોતરીના માધ્યમથી કર્યો હતો. 65 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, રોગચાળાના સમયગાળામાં દોસ્તો અને સંબંધોમાં અંતરો પણ દૂર થઈ ગયા. 75 ટકા વિદ્યાર્થીઓનો સોશિયલ મીડિયા પર સમય પસાર કર્યો છે. વિદ્યાર્થીઓનો મોબાઇલ સ્ક્રીન ટાઇમ વધવાનું મુખ્ય કારણ ઓનલાઇન ક્લાસ હતા. આ ઉપરાંત પરીક્ષાની મૂંઝવણ શૈક્ષણિક અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓનું માનસીક સ્વાસ્થય પર આડઅસર જોવા મળી કોરોના સમયગાળાના ના પગલે વિદ્યાર્થીઓ કોલેજ જઇ શકતા ના હતા જેના કારણે તેમનું સામાજીક જીવન વિખેર થઈ ગયું અને કોલેજનું વાતાવરણ અનુભવી શકતા ના હોવાથી તેઓ મુશ્કેલીઓ હોવાનુંકારણ સામે આવ્યું હતુંજેમાં અનેક કારણો બહાર આવ્યા હતા.
રિસર્ચમાં આવેલાં જુઓ કારણો ;
96% વિદ્યાર્થીનો સ્ક્રીન ટાઇમ વધ્યો
53% વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઇમ 3 થી 6 કલાક સુધી વધ્યો
98% વિદ્યાર્થીઓએ કબૂલ્યું સ્ક્રીન ટાઇમ વધવાનું મુખ્ય કારણ ઓનલાઇન કલાસીસ હતા
40% વિદ્યાર્થીઓનો કાર્યક્ષમતામાં ઘટાડો થયો હતો
કોવિડના મુશ્કેલ સમયમાં 51% વિદ્યાર્થીઓ વધુ વિચારવાનું શરૂ કર્યું
52 વિદ્યાર્થીઓ ઓનલાઇન કલાસને ડિપ્રેશન માને છે.
ઓનલાઇન શિક્ષણના કારણે મોબાઇલ, લેપટોપ પર સમય વધી ગયો હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓએ આંખો અને માથાના દુખાવાની તકલીફો વધી ગઇ હોવાની ફરિયાદ કરી હતી.