કચ્છના નખત્રાણામાં રેલ્વે ક્રોસિંગ પાસે વાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણ બાળકોના બળી જવાથી મોત થયા છે. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કચ્છનો આ પરિવાર બીબર ગામથી ભગવાનના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે જ અચાનક વાનમાં આગ ફાટી નિકળતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા.
