કચ્છના મુંદ્રા પોર્ટ પર વધુ એકવાર રૂ.350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ રીતે વારંવાર ડ્રગ્સ ઝડપાતા પોર્ટની સલામતી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પર દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં છાપો મારી કરોડોનું હેરોઇન ઝડપી લીધું હોવાના અહેવાલો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 350 કરોડનું 70 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ જથ્થો કોને આપવાનો હતો અને કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર વારંવાર ડ્રગ્સનો મોટો જથ્થો મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે તેમછતાં કોઈ નક્કર પગલાં નહિ લેવાતા ડ્રગ્સ માફિયાઓ આ પોર્ટ ઉપર થી માદક પદાર્થો ઘુસાડી રહયા છે અને અબજોના આ કાળા કારોબારમાં અનેક ઈસમો સંડોવાયેલા હોવાનું મનાય રહ્યું છે.
સાથેજ પોર્ટના રેઢિયાળપણાને લઈ સલામતી અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે.