કચ્છમાં આજે સવારે 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગુજરાતમાં કચ્છમાં આજે સવારે ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલ છે.
કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહયા છે ત્યારે આજે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી છે.
કચ્છના ખાવડા નજીક ભૂકંપના આંચકા આવ્યા છે.
આજે સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયુ હોવાનું જાણવા મળ્યું છે.