કચ્છ માં ચાલુ રહેલા ભુકંપ ના આંચકા માં ફરી રાત્રે એકવાર ધરતી ધણધણી ઉઠી હતી વિગતો મુજબ કચ્છના ભચાઉથી ૧૦ કિમી દૂર ભૂગર્ભમાં ૧૫.૯ કિમી ઉંડાઇ ધરાવતા કેન્દ્રબિંદુ પર રિક્ટર સ્કેલ ઉપર ૩.૨ની તીવ્રતાનો આંચકો રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં અનુભવાયો હતો. વાગડ ફોલ્ટલાઇન સક્રિય બનતાં નાના-મોટાં આંચકા આવતા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતુ.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જગ્યાએ આંચકાઓ આવે છે તે સ્થળના ભૂગર્ભની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાતી હોય છે પરંતું કયા કારણોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે તેનું કારણ જાણી શકાતું નથી.
