કચ્છના રાપરના હમીરપર ગામે બનેલી એક સામુહિક હત્યાકાંડ ના બનાવ માં એકજ પરિવાર ના પાંચ વ્યક્તિઓ ની હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી ગઈ છે. અહીં દારૂ ની બાતમી આપવા મામલે છેલ્લા 3 દિવસથી બે જૂથો વચ્ચે બબાલ ચાલતી હતી અને આ પ્રકરણમાં ગઈરોજ સમાધાન પણ થઇ ગયા ની વાત વચ્ચે આજ રોજ અખા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 38) અમરા જેસંગ ઉમટ રાજપૂત ( ઉ.વ. 30) લાલા અખા ઉંમટ રાજપૂત ( ઉ.વ. 18) પેથા ભવન રાઠોડ ( ઉ.વ. 37) બનેવી અને વેલા પાંચા ઉમટ ( ઉ.વ. 37) ભાઈ સહિત સ્કોર્પિયો માં બેસીને જઇ રહ્યા હતા ત્યારે તકરાર કરનાર સામેના જૂથ ના ઈસમો એ રસ્તા વચ્ચે ટ્રેક્ટર આડૂ મૂકી તેમનો રસ્તો રોક્યો હતો. અને સ્કોર્પિયોમાં સવાર તમામ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડતા આ ઓચિંતા હુમલામાં સ્કોર્પિયો માં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ અહીં એક સાથે એકજ પરિવાર ના પાંચ વ્યક્તિઓ ની હત્યા થતા ભારે સનસનાટી મચી ગઈ હતી.
બનાવ ની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા. આમ ગામડાઓ માં દારૂની બાતમી નો મામલો ખૂની ખેલ માં પરિણમ્યો હતો.
