કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા છે.
તેઓ ભુજ તાલુકાના ધોરડો ખાતે ગુરુવારે સવારે 10 વાગ્યે ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કરશે. બોર્ડર એરિયા ડેવલમેન્ટ પ્રોગ્રામ હેઠળ તેઓ સરહદી એવા 1500 સરપંચ અને આગેવાનો સાથે શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના વિકાસશીલ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત ને લઈ ધોરડો ગામ અને ટેન્ટસિટી સહિત ના વિસ્તાર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરાશે.
સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ 2020માં સરપંચો ઉપરાંત સરહદી વિસ્તારના આગેવાનોને તેઓ માર્ગદર્શન આપશે. કચ્છના 106, પાટણના 35 અને બનાસકાંઠાના 17 મળીને કુલ 158 ગામના સરપંચ અને અન્ય આગેવાનોની હાજરીમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા સહિતની અન્ય વિકાસલક્ષી કામોની ચર્ચા વિચારણા કરાશે. રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ કચ્છ માં આજે ભરચક કાર્યક્રમો યોજાશે.
