કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાની ખાડીમાં તરીને પોતાનો ખોરાક મેળવી શકે છે. આ ઊંટ ખારાઈ ઊંટ તરિકે ઓળખાય છે. પરિવહનના કાર્ય માટે ઉપયોગમાં આવતા આ ઊંટ દલદલમાં ચાલીને ચાલે છે અને સવારે તેમજ સાંજે બે ટાઈમ ૩ થી ૪ લીટર દૂધ પણ આપે છે. કચ્છ ઊંટ ઉછેરક, અળધારી સંસ્થાના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે, “અગાઉ ઊંટના દૂધની ખુબ ઓછી કિંમત આવતી હતી, પરંતુ હવે પ્રતિ લીટર રૂપિયા ૫૧ જેટલી દૂધની કિંમત મળે છે, કચ્છમાં રોજનું ૨૫૦૦ લીટર જેટલું ઊંટનું દૂધ અહીંની સરહદ ડેરીમાં એકત્રિત કરવામાં આવે છે. માલધારીઓને ઊંટના દૂધની સારી કિંમત મળતા હવે તેઓને એક આમદાનીનું સાધન મળી ગયું છે.”
દુનિયાના એકમાત્ર તરી શકતા ઊંટ નામશેષ થઈ રહી છે. ઊંટની આ જાતિના હાલ 3500 ઊંટ જ બચ્યા છે. તેમને બચાવવા હોય તો કચ્છના રણના ટાપુર પર તેમને જવાદેવા અને પાણીમાં તરતા રહે તે માટે મંજૂરી આપવી જોઈએનતો જ તે બચી શકે તેમ છે. ખારાઈનો અર્થ ગુજરાતમાં મીઠું થાય છે. 3 કિલોમીટર દરિયામાં તરી શકે છે. તેઓ ખારા પાણીમાં થતાં ચેરના વૃક્ષોના પાન કે વનસ્પતિને ખાઈને જીવે છે. રબારી અને જાટ લોકો પાળે છે. દરિયાનું પાણી પીને જીવિત રહી શકે છે 2012માં 4000 ઊંટ હતા. દરિયાઈ વૃક્ષ ચેર કે ચેરીયાનો ઘટાડો થવાથી ઊંટને ખોરાક મળતો નથી. ઊંટનુ દૂધ ડાયાબિટીસ મટાડી શકે છે. ગુજરાતમાં પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા નથી. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી અપાઇ નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઇ રહી હોવાનો દાવો કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ કર્યો છે. તેમના મતે ખરા 3500 ઊંટ બચ્યા છે.
બીએસએફ તેમજ દેશની સુરક્ષા માટે ઊંટ મહત્ત્વનું બની ગયું છે. ઊંટનો ઉપયોગ માત્ર પેટ્રોલીંગ માટે નથી થતો પણ મેલ, ગેસ, સિલીન્ડર, મેડીસીન વગેરેનો પૂરવઠો સપ્લાય કરવા માટે પણ થાય છે. સરહદ પરના લશ્કરી કેમ્પોમાં તે ખોરાક પહોંચાડે છે. રણમાં વાહન ના જઈ શકે ત્યાં ઊંટ જઇ શકે છે માટે આ ઉંટ લશ્કર માટે અનિવાર્ય બની ગયું છે.
દુબઇથી રૂ. 500નું એક લિટર દૂધ બ્લેકમાં મંગાવાય છે ત્યારે ગુજરાતમાં આ ઉંટના દૂધનો ઉદ્યોગ તરીકે વિકાસ થઇ શકે તેમ છે. હાલ અમૂલ ડેરી દ્વારા આ દૂધની ચોકલેટ બનાવાય છે. 200 મિલિ ઊંટનું દૂધ રોજ પીવાથી ડાયાબિટીસના દર્દીએ ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લેવું પડતું નથી. કચ્છ ડેરી દ્વારા ઊંટનુ દૂધ પાઉચ પેકમાં મળતું થયું છે. કચ્છમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં આ ઉંટ ની દાણચોરી થઈ રહી છે ત્યારે આ પ્રજાતિ ને બચાવવા સરકાર પગલાં ભરે તે જરૂરી બન્યું છે.
