ગુજરાત ના કચ્છમાં વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો ભુકંપ નો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે કોઇ જાનહાનિ કે નુકસાન અંગેના કોઇ અહેવાલ નથી.
રાજ્યના કચ્છ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અંજારના દૂધઇથી 21 કિલોમીટર દૂર ઉત્તરે નોંધાવા સાથે તીવ્રતા 3.1 હોવાનું જાણવા મળ્યું છે.
આ અગાઉ કચ્છમાં 23મી જુલાઇના રોજ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કીમી દૂર નોંધાયું હતુ.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તા.16 જુલાઇના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક શહેરોમાં વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રાજકોટ સહિત જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ચોટીલા, ગોંડલમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8 રિકટર સ્કેલની હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉપરા ઉપરી આવી રહેલા ભૂકંપ ના આંચકા ને લઈ લોકો માં દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે.
