ગુજરાત વિધાનસભાની આજે ચુંટણી ના દીને કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ આપવા નું જણાવી મતદારો ને ખુલ્લેઆમ રૂ.100 ની નોટ વહેંચવામાં આવતા હોવાનો વિડિયો વાઇરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.
વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે.
કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસે પકડી રાખવા માંગ થઈ છે. આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.