સામાન્ય નાગરિકો કોરોના માં બરબાદ થઈ ગયા છે અને રોજગાર છીનવાઇ ગયા છે ધંધા ભાંગી પડ્યા છે અને યુવાનો માં બેરોજગારી નો સળગતો સવાલ છે ત્યારે પડ્યા ઉપર પાટુ મારવા સરકાર નાગરિકો ને પેટ્રોલ-ડીઝલ માં ભાવ વધારી કોરોના ના નામે માસ્ક અને નિયમો ના નામે લાખ્ખો રૂપિયા વસૂલી રહી છે ત્યારે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી ગરબે ઘૂમતા હોવાના દ્રશ્યો લોકો ને દુઃખી કરી રહ્યા છે.
સામાન્ય નાગરિકો માટે સરકાર દ્વારા બહાર પડાયેલી અનલોક-3ની ગાઈડલાઈન મુજબ રેલી અને મેળાવડા યોજવાએ મનાઈ હોવા છતાં ભાજપના પ્રમુખ હાલમાં સૌરાષ્ટ્રમાં મેળાવડા યોજી રહ્યાં છે અને ગરબા ઘૂમી રહ્યાં છે. સરકારના નિયમો માત્ર પ્રજા માટે જ હોય તેવું લાગી રહ્યું છે લોકો બેકારી માં પીડાઈ રહ્યા છે અને ટેંશન માં છે અને કરોડપતિ નેતાઓ બિન્દાસ ગરબા રમે છે ત્યારે લોકશાહી ની ખુલ્લેઆમ હાંસી થઈ રહી છે. પોલીસ ની હાજરી વચ્ચે ભાજપ પ્રમુખને કોઈ નિયમો નડતા નહિ હોવાનું પુરવાર થઇ રહ્યું છે.નેતાઓને કોરોનાનો કોઈ ડર પણ નથી અને તેમને કોઈ દંડ ફટકારવાવાળુ પણ નથી. ભાજપના નેતાઓ મનફાવે તેમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે પણ તેઓ ના હાથ માં રિમોટ કંટ્રોલ હોઈ પોલીસ પણ ચુપચાપ નેતાઓ ને સારું લાગે તેવું વર્તન કરી રહી છે કારણ કે નેતાઓ સામે નિયમ અનુસાર એક્શન લેવાની તેમની તાકાત નથી એતો સામાન્ય નાગરિકો ને જ રોફ બતાવી કાયદા ના ડંડા બતાવી શકે.
સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા પહેલાં પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન ભૂલી સોમનાથમાં રસ્તા પર રાસ-ગરબે રમ્યા હતા. ડીજેના તાલે રાસ-ગરબે રમતા નેતાઓ કેમેરામાં કેદ થયા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. તેમજ ગરબા દરમિયાન ઘણા લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સિગના ભંગ બદલ દુકાનો, મોલ, કોમ્પ્લેક્સને દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપના નેતાઓ જાહેરમાં બિનધાસ્ત બનીને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તેમજ સામાન્ય લોકોને રૂ.1000નો દંડ કરતી સરકાર નેતાઓ અને કાર્યકરોને દંડ કરશે? આ દંડ કરવામાં આવે તો એક જ દિવસમાં લાખો રૂપિયાની સરકારને આવક થઈ જાય પણ આ દંડ ફટકારે કોણ એ એક મોટો સવાલ છે. હાલમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે એ જોતાં તો ભાજપના નેતાઓને એક પણ કાયદો ન નડતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે.
આર.પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કરી હતી. બાદમાં તેઓ તાલાલના ઘુસિયા ગામ પહોંચ્યા હતા અને અહીં ઢોલ-નગારા સાથે રેલી નીકળી હતી. જેમાં સી.આર. પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા. હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા આમ માત્ર દેખાવ પૂરતી લોકશાહી માં નેતાશાહી નું વરવું પ્રદર્શન હવે જોવા મળી રહ્યું છે અને જનતા ઉપર જુલમ વધતો જઇ રહ્યા નું જણાઈ રહ્યું છે,કોરોના માં સહાય ની આશા લગાવી બેઠેલા લોકો દેવા માં ડૂબી ગયા છે અને કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે લોકો ની મુશ્કેલી સમજવાને બદલે આર્થિક સધ્ધર બની ગયેલા નેતાઓ ને ગરબા સૂઝી રહ્યા છે.
