ગાંધીનગર ના કલોલની ગાર્ડન સિટી સોસાયટી ખાતે આવેલા બંધ પડી રહેલા બે મકાનમાં જોરદાર બ્લાસ્ટ આખું મકાન ઉડાવી દીધું હતું આ ઘટના ને લઈ ભારે સનસનાટી મચી ગઇ છે .
મકાનના નીચેથી પસાર થતી ગેસ લાઈન લિકેજ થઈ હોય અને જેના લીધે આ બનાવ બન્યો હોય તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાયો હતો તેમજ તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જેનું મોત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આજે સવારે 7:30 વાગે જોરદાર ધડાકો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હાલમાં ફાયર-પોલીસ તેમજ ગેસની કંપની ઘટના સ્થળે તપાસ કરી રહી છે. તેમજ બ્લાસ્ટ થવાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં બે મકાનોમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ ઘટના વિશે જ્યારે સ્થાનિકોને પુછવામાં આવ્યું, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક નું મોત થઈ ગયું હોવાના અહેવાલ છે.