લોકસભાની ચૂંટણીઓ બહુમત સાથે જીતવા માટે ભાજપે અત્યારથીજ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જુના ખેરખાંઓને કામે લગાડી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ જાહેરમાં ખુબજ ઓછું જોવા મળતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણીને દિલ્હી લોકસભાની ત્રણ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે.
જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉતરાખંડની ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લોકસભાની ચૂંટણી 2023 માટે પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે. ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે.
આ સિવાય ગુજરાતના અન્ય નેતાઓને પણ લોકસભાની ચૂંટણી 2023 માટે બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભાવનગરનાં સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને પણ લોકસભાની ચૂંટણી માટે અલગ-અલગ રાજયોની બેઠકો માટે જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે ગુજરાતમાં પણ ભાજપે લોકસભાની તમામ બેઠકો કબ્જે કરવા રણનીતિ તૈયાર કરી દીધી છે.
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. ભાજપે ભગવત કરાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.