કુંભ ના મેળા માં ગયેલાઓ ના ફરજીયાત ટેસ્ટ ના સરકારે આપેલા આદેશ બાદ અમદાવાદ ખાતે આજે બપોરે ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશને આવી ત્યારે 600થી વધુ મુસાફરોના કોરોના ટેસ્ટની કામગીરી શરૂ થતાં 200 યાત્રીના કરાયેલા ટેસ્ટિંગ દરમ્યાન જ 23 યાત્રી પોઝિટિવ આવ્યા છે. તેમને તુરત સમરસ હોસ્ટેલ ખાતે ઊભી કરાયેલી સુવિધામાં આઈસોલેટ કરી દેવાયા છે. જ્યારે પોતાની સાથે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવેલા યાત્રીઓને જવા દેવાયા છે. કુંભમેળો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમસ્ત ભારતમાં સુપર સ્પ્રેડર બને તેવી ભીતિને પગલે આ નિર્ણય લેવાયો છે. હવે બસ સ્ટેશને પણ આ પ્રકારના યાત્રીઓના ટેસ્ટ કરવામાં આવશે જેઓ અલગ રૂટથી કે સંઘ-યાત્રા પ્રવાસમાં જઈને આવ્યા છે
