આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ પોતાના જન્મ દિવસ ઉપર ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવ્યા હતા જેઓ એ ગુજરાતમાં કોંગેસ અને ભાજપને ભંગારનો વાડો ગણાવી જણાવ્યુ હતુ કે ગુજરાતમાં મોટાભાગની ખાનગી સ્કૂલો ભાજપના નેતાઓની હોવાથી ખાનગી શાળાઓ મનમાની કરે છે અને સરકારી સ્કૂલો તરફ ધ્યાન નહિ અપાતા સરકારી સ્કૂલોની હાલત કફોડી છે.
તેઓએ ઉમેર્યું કે દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ્યા છે કારણ કે દિલ્હીમાં ખાનગી શાળાની ફી વધારા પર રોક લગાવી, ઓડિટમાં કરોડોની ગેરકાનૂની રીતે એફ.ડી. કરાવેલી તે રૂપિયા વાલીઓને પરત કરાવ્યા છે અને આવુ જ ગુજરાતમાં કરવાનું છે.
કેજરીવાલે લમ્પીમાં મૃત્યુ પામેલા ગૌવંશ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. પોતાની પ્રત્યેક મુલાકાત દરમિયાન કેજરીવાલ કોઇને કોઇ ગેરન્ટીની જાહેરાત કરે છે. આજે જન્મદિવસે તેમણે કચ્છની મુલાકાત કરી છે અને શિક્ષણ ક્ષેત્રની ગેરન્ટીની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે, બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે.
ગુજરાતમાં ખાનગી સ્કૂલો ભાજપના નેતાઓની હોવાથી સરકારી સ્કૂલોની હાલત કફોડી છે પણ હવે પૈસાના વાંકે બાળકોના શિક્ષણ નહીં રૂંધાય. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવશુ, ફી વધારા માટે સરકારની મંજૂરી લેવી પડશે તેમજ સ્કૂલોમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાનું બંધ કરાવશે તો વિદ્યા સહાયકોને કાયમી કરાવાશે અને તેમને સન્માન અપાવશુ.
દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ સામે ગંભીર આરોપ લગાવી ભંગાર સાથે સરખામણી કરી હતી.
ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે. કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું. દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય. લોકો અમીર થશે તો દેશ અમીર બનશે.
તેઓએ આટલી મોટી માત્રામાં એક પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય છે તે ચિંતાનો વિષય ગણાવી કહ્યું આ બંદર ઉપર પ્રાઇવેટ નહીં પણ સરકારી સિક્યોરિટી હોવી જોઇએ અહીં ડ્રગ્સ મામલે પૂરતી તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા.
પોલીસના ગ્રેડ પે અંગે આમ આદમી પાર્ટી એ સમર્થન કર્યું તો ગુજરાત સરકારે ગ્રેડ પેના સ્થાને માત્ર પગાર ભથ્થા વધારીને લોલીપોપ આપી દીધો,ભથ્થાનો ભલે સ્વીકાર કરો ગ્રેડ પે પોલીસને આપની સરકાર આપશે તેમ તેઓએ ઉમેર્યું હતું.