ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાતમાં મુખ્યત્વે આપ અને ભાજપ વચ્ચે અત્યારથીજ જંગ છેડાઈ ગયો છે અને અરવિંદ કેજરીવાલ જાતેજ ગુજરાતમાં ઉપરા ઉપરી મુલાકાતો કરી રહયા છે અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવાયા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત ભાજપ માટે ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે અને ભાજપ વિસામણમાં છે ત્યારે શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે?

કેજરીવાલના આ પ્રકારના નિવેદનથી ભાજપમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં હાલ ભાજપ અને આપ વચ્ચે ચુંટણી તૈયારીઓ વચ્ચે આગામી જંગની ટકકર જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ગામડાઓ અને શહેરમાં સર્વે સહિત કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તરફી માહોલ હોવાનું જણાતા કેજરીવાલ સહિતના અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભાજપે કોંગ્રેસના નેતાઓની ભરતી કરી લીધી અને કોંગ્રેસને લગભગ કહી શકાય કે નિષ્ક્રિય બનાવી દીધો પણ બીજી તરફ આમ આદમી પાર્ટીનો પગ પેસારો થઈ જતા હવે આપ મજબૂત બની રહ્યું હોવાનું સપાટી ઉપર આવતા કેજરીવાલ નું ટ્વીટ ખુબજ સૂચક મનાઈ રહ્યું છે અને આ ટ્વીટ ને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.