ભાજપ ના ચાણક્ય ગણાતા દેશ ના ગૃહમંત્રી અમિત શાહ સાત મહિના બાદ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે તેઓ નવરાત્રિના પ્રારંભે તા.૧૭ ઓક્ટોબરથી તા. ૧૯ ઓક્ટબર સુધી પોતાના પરિવાર સાથે ગુજરાતમાં જ રહેશે.
અમિત શાહ અને તેમનો પરિવાર નવરાત્રિ ના બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શને જવાની પરંપરા જાળવી રાખી છે. ૧૭ ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિના બીજા નોરતે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપમાંથી મળતી વિગતો મુજબ ૧૭મીએ મોડી રાતે અમદાવાદ આવશે અને બીજા નોરતે ૧૮મીની રાતે માણસામાં માતાજીના દર્શન કરીને ૨૦મી ઓક્ટોબરની સવારે પરત દિલ્હી જવાના હોવાથી કોઈ ખાસ મિટિંગ કે બેઠકનું આયોજન નથી. આ તેમનો અંગત પારિવારિક પ્રવાસ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
