કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જુનથી 12 જુન 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેઓઆજે દીવ ખાતે ઉપસ્થિત રહેશે.
અમિત શાહ દીવ પ્રવાસ દરમિયાન વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેનાર છે.
ત્યારબાદ તેઓ 12 જૂને આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે તે બાદ ગાંધીનગર જશે અને ગાંધીનગર મનપા અને GUDAના કાર્યક્રમમાં હાજરી આપશે.
અમિત શાહ રૂ.200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું તેમજ અમદાવાદના શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરનાર છે.
અમિત શાહ રૂ 280 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે, જેઓ આવતીકાલે રવિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ માં હાજર રહેશે ત્યારબાદ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે,ઉપરાંત મનપા હસ્તકના 198 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે તેઓ ગુડા હસ્તકના 81 કરોડના પ્રોજેકટને લીલીઝંડી આપશે અને
134 જેટલા આવસનો ડ્રો ગૃહમંત્રી હસ્તે કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.