ગુજરાતમાં ભાજપની સરકાર બને છે અને બહારથી આવી સપના બતાવે છે તેમનું કઈ ચાલવાનું નથી આ નિવેદન અમિત શાહે આપ્યું છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પૂર્ણ થતા મહાત્મા મંદિર ખાતે આજ રોજ એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે સાથેજ ઉમેર્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે.
આ મહિનાના અંતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્ત્વનું નિવેદન કરતાં ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે. માત્ર એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે.
અમિત શાહે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સપનાંના વેપાર કરનારાને ક્યારેય સફળતા મળતી નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધનમાં ગુજરાતની ભાજપ સરકારનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે ભાજપ વિરોધી અખબાર દ્વારા સવાલ કરાયા હતા, પરંતુ ભુપેદ્ર ભાઈએ સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું ભુપેદ્ર પટેલ અને હર્ષ સંઘવીને અભિનંદન આપું છું.
‘ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી ફરી સરકાર બનશે’
અમિત શાહના સંબોધનના અંતિમ તબક્કામાં તેમણે ચૂંટણીલક્ષી સંકેત આપતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.
આમ,તેઓએ ગુજરાતમાં ભાજપની ફરી સરકાર બને છે તેમ ઉમેર્યું હતું.