ગુજરાતમાં પ્રવાસીઓ ને અકર્ષવા માટે આગામી ૩૧મીના રોજ કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધી નર્મદા નદીમાં ક્રૂઝ બોટ મુકવામાં આવનાર છે જેમાં રાત્રી દરમ્યાન મોહક નઝારો ઉભો કરવામાં આવશે, મ્યુઝિક,ડાન્સ અને લાઇટિંગ થી વાતાવરણ ને રંગીન બનાવવાશે જેમાં ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કી.મી. સુધી ની સફર કરાવાશે જેનું ભાડું અંદાજે રૂ. ૨૫૦ થી રૂ.૩૦૦ જેટલું નક્કી કરાશે. જેમાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રુઝ બોટ સેવા હવે આગામી ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ સુખદ પળો નો અનુભવ કરાવતી બોટ માં હાલ
કોરોનાને કારણે ૫૦ જેટલા પ્રવાસીઓની જ સફર કરાવાય એવી વાત બહાર આવી રહી છે. બોટમાં રાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે. જેથી બોટમાં બેઠેલા પ્રવાસીઓને આનંદ મળી રહે તેવું આયોજન છે, અગાઉ ૧૨મી માર્ચે નરેન્દ્ર મોદી કેવડિયા આવવાના હતા ત્યારે આ બોટ તેમના હસ્તે ખુલ્લી મુકવાની વાત હતી. પરંતુ કોરોનાને લઈને કાર્યક્રમ મોકૂફ્ રહેતા પ્રવાસીઓને વધુ સમય રાહ જોવાનો વારો આવ્યો હતો. હવે આગામી ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્રુઝ બોટ સેવા ખુલ્લી મુકાવાની શક્યતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
