અમદાવાદ ના વાયણા ખાતે ની કરોડો ની જમીન નો મુદ્દો કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ગુજરી ગયા બાદ જ કેમ સપાટી ઉપર આવ્યો તે મુદ્દો હાલ તો ગરમ છે, કોંગ્રેસ હાઈ કમાન્ડ ની મનાતી આ જમીન મામલે હાઇ કમાન્ડ નું કહેવું છે કે આ પ્લોટ પાર્ટી ના છે અને અન્ય દાવેદારો નું કહેવું છે તે પ્લોટ માં તેઓની માલિકી બને છે ત્યારે હવે આ કોકડા નો ગૂંચવાડો જ એક ન્યૂઝ બન્યા છે અને કરોડો ની જમીન ના રાતોરાત માલિક બની જવાના અભરખા રાખતા તત્વો જાણે ગેલ માં આવી ગયા હોવાનું કહેવાય છે.
આ પ્લોટ માં માલિકી મુદ્દે જે વાત છે તેમાં કેન્દ્રસ્થાને આઇટી સેલના એક નેતા ના નાના ભાઈ મુખ્ય પ્યાદુ હોવાની વાત છે અને આ વખતે ખજાનચી તરીકે રહી ચૂકેલા નેતા દ્વારા આ પ્લોટ નો વહીવટ કરાયો હતો જેઓ એ એક વિશ્વાસ ને લઈ પાર્ટી માટે જે રોકાણ કર્યું તે આ જગ્યા માટે હિત ધરાવતા હોવાનું કહેવાય છે એટલું જ નહીં પણ આ પ્લોટ માં પોતાના ગજવાના દોઢ કરોડ ખર્ચી નાખ્યા હોવાની વાત પણ છે પણ મુદ્દા ની વાત એ છે કે હવે તેઓ આ દુનિયા માં રહ્યા નથી ત્યારે જ હવે આ કોકડું બહાર આવ્યું છે અને માલિકી ના દાવા મુદ્દે હવે વિવાદ ઉભો થયો છે. જોકે, મૃતક નેતા AICC ના પૈસા ની દરેક નોંધ પાડતા હતા જેમાં વાયણા ની આ જમીન ના પ્લોટ ના ઇન્વેસ્ટમેન્ટ મુદ્દે પણ એક નોટ માં એન્ટ્રી પડી હોવાનું કહેવાય છે ત્યારે હવે સવાલ એ થાય છે કે પાર્ટી ના પ્લોટ પડાવી લેવાની વાત ક્યાંથી શરૂ થઈ કોણ કોણ ઇન્વોલ છે કોણ મુખ્ય પ્યાદુ છે અને કોના ઈશારા ઉપર નાચે છે તે તમામ હકીકત હવે સત્યડે બહાર લાવશે.
વાયણા નજીક નવી રાજપથ કલબ અને કર્ણાવતી કલબ બની રહી હોય હવે તેની નજીક આવેલી આ કિંમતી જમીન હડપ કરવા ચંડાળ ચોકડી કામે લાગી છે અને જમીન હડપ કરવા માટે પેતરા રચી રહી છે જેઓ ની મેલી મુરાદ સામે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.(ક્રમશ:)
