ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર ના ખેડૂત વિરોધી બિલ તેમજ શાળા-કોલેજોની ફી માફીની માંગ સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી માં ઝપાઝપી થતા કોંગી અગ્રણી પરેશ ઘાનાણી નું શર્ટ ફાટી જતા ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અલગ અલગ જિલ્લા સેન્ટરો પરથી વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારે રજુ કરેલ ખેડૂતલક્ષી બીલો પરત ખેંચવાની માંગ કરી રહ્યા ત્યારે
અમરેલીમાં પણ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું અને અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અહીંના ગાંધી બાગમાં પોતાના સમર્થકો સાથે ધરણાં કાર્યક્રમ કરવા ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના નેતાઓ ધરણાં કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે. અમરેલીમાં સ્કૂલ ફી, કૃષિ કાયદાના વિરૂદ્ધમાં કોંગ્રેસનું પ્રદર્શન ઉગ્ર બન્યું છે. પોલીસે સાથે ઘર્ષણમાં વિરોધ પક્ષના નેતા ધાનાણીનો શર્ટ ફાટ્યો હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ મલી રહ્યા છે આમ કપડાં ફાડ ઝપાઝપી માં પોલીસ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે.
