હાલ માં કોરોના કાળ માં અનેક નેતાઓ ને કોરોના નો ચેપ લાગ્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે પરંતુ તેઓ નું શરીર ઉતરી જતા તેઓને ઓળખવા પણ મુશ્કેલ જણાઈ રહ્યા છે જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.
