ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય પાર્ટીઓ કામે લાગી છે અને ટીકીટ ફાળવણી અંગે પણ ભારે દોડધામ રહી છે આ બધા વચ્ચે કોંગ્રેસની વાત કરવામાં આવેતો જુના જોગીઓ ભાજપમાં જતા રહયા છે તેથી હવે નવા ઉમેદવાર મોટી સંખ્યામાં લાઈનમાં લાગ્યા હોવાની વાત સામે આવી છે જોકે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આ અંગે અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે, યુવાનો, મહિલાઓ તેમજ સ્વચ્છ છબી ધરાવતા લોકોને ટીકીટ આપવામાં પ્રાથમિકતા રાખી છે.ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે.
તેઓએ કહ્યું કે કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે જેથી વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે.
આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી.