ગુજરાતમાં રાહુલ ગાંધી ને એવું લાગ્યું કે યુવા નેતા કઈક કરી બતાવશે અને તેથીજ હાર્દિક પટેલ ને મહત્વનું સ્થાન આપી પ્રયોગ કર્યો છે પણ ગાંધીનગર માં ધરણા ના કાર્યક્રમ માં તેઓ હાજર નહિ રહેતા તેઓની બલિશતા સામે આવી હોવાનું જણાયું હતું,કોંગ્રેસે રાજસ્થાન મુદ્દે સમગ્ર રાષ્ટ્રમાં રાજભવન સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ હાજર હતા, પણ નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ક્યાંય દેખાતા ન હતા.
જોકે આ બાબતે પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે હાર્દિક પટેલનો કાર્યક્રમ અગાઉથી બીજે નક્કી હતો તેથી તે ત્યાં ગયા છે. ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજસ્થાનમાં ગેહલોત સરકાર કોરોના જેવા વિષય પર ચર્ચા કરવા વિધાનસભા સત્ર બોલાવવા માંગતી હોવા છતાં લોકશાહીને અનુસરવાને બદલે રાજ્યપાલ કોના દબાણથી સત્ર બોલાવતા નથી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ પર વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ દેખાવો લોકશાહી બચાવો માટે નહીં પણ કોંગ્રેસ બચાવોના ઉદ્દેશ્યથી યોજાયા હતા.
આમ કોંગ્રેસે રાજસ્થાન મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
