કોરોના ની સારવાર હેઠળ રહેલા કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ નું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયુ છે. વિગતો મુજબ કોરોનાગ્રસ્ત બનેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ એવા અહેમદ પટેલનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્ર ફૈઝલ દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓની તબિયત સતત લથડી રહી હતી અને દિલ્હી માં સારવાર ઉપર હતા. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે.
ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું છે કે ‘મારા પિતા મી. અહેમદ પટેલનું આજ રોજ તા.25 મી એ વહેલી સવારે ત્રણ વાગ્યે નિધન થયું છે. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી. અલ્લાહ તેમને જન્નત બક્ષે તેવી દુઆ. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને ક્યાંય પણ વધારે સંખ્યામાં એકઠા ન થાય. તમામ જગ્યાએ સશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે. આમ એક દિગગજ કોંગ્રેસી નેતા હવે આ દુનિયા માં નહિ રહેતા કોંગ્રેસ ને એક મોટા કદ ના નેતાની ખોટ ઉભી થઇ છે.આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોરોના ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરથી તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું નિધન થયું હતું. તેઓને રવિવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કરતા કહ્યું કે, અહેમદ પટેલના નિધનથી દુખી છું. તેમણે ઘણા વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું ,કોગ્રેસને મજબૂત કરવામા માટે તેઓને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પુત્ર ફૈજલ સાથે પણ વાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી,અહેમદ પટેલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.