ગુજરાત માં વિધાનસભા ની પેટા ચુંટણીઓ માં ભાજપ નું પલ્લુ ભારે જણાઈ રહ્યું છે અને કોંગ્રેસ માં કેપ્ટન ની કમી વર્તાઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ સામે કોંગ્રેસ ના સંગઠન પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં શહેર જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખો સાથે ભલે બેઠકો કરી રહ્યા પણબીજી તરફ એક અગ્રણી નામે કૈલાશ ગઢવી એ સામી ચૂંટણી એ રાજીનામુ આપી સાબિત કર્યું કે કોંગ્રેસ માં કઈ ઠેકાણા નથી કોંગ્રેસ દ્વારા ઉપર હાઇ કમાન્ડ ને દેખાડવા ખાતર વર્ચ્યુઅલ સભાઓ અને પ્રચાર માટેની કામગીરી નો દેખાડો કરી રહી હોવાનું જણાય રહ્યું છે. બધાંને ખબર જ છે કે કોંગ્રેસે તેમના જ પક્ષ છોડી ગયેલાઓ નો મુકાબલો કરવાનો છે જેમાં ઘણા ને તો વ્યક્તિ ગત રિલેશન પણ હોઈ શકે તેથી કોણ ખુલીને આવે ? એ બધા જાણે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જે કોંગ્રેસ છોડીને ગયા તે બધાને પક્ષ ની મોનોપોલી ની ખબર હોય ભાજપ માટે જીત આસાન છે.
ગુજરાત કોંગ્રેસે રાજ્યની આઠ બેઠકો પરની પેટાચૂંટણીઓ પૈકી પાંચ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. હાલ કોંગ્રેસે અબડાસા, મોરબી, ધારી, ગઢડા અને કરજણ બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે હજુ લીંબડી, ડાંગ અને કપરાડા બેઠક પરના ઉમેદવારની જાહેરાત બાકી રાખી છે. હવે કદાચ કોંગ્રેસ બીજી યાદી બહાર પાડવાને બદલે સીધાં જ જે તે ઉમેદવારોને મેન્ડેટ ફાળવી ફોર્મ ભરવાનો હુકમ આપે તેવું મનાય છે ,ભાજપ ના દિગગજ પ્રચાર સામે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસ હજુ ગેગેફેફ થઈ રહ્યું છે. 70 વર્ષ સુધી કંઈ ઉકાળી નહિ શકનાર કોંગ્રેસ હવે શું કરવાની તે વાત જ લોકો માં એવી ફિટ થઈ ગઈ છે કે આ લોકો પ્રચાર કરવા જાય તોય લોકો તેને જોક્સ સમજી મજાક સમજી રહ્યા હોય કોંગીજનો પણ બોલવામાં કાળજી રાખે છે ક્યાંક લોકો હસવા ન માંડે.
આમ ગુજરાત માં એક સબળ વિરોધ પક્ષ તરીકે ભાજપ ને ટક્કર આપી શકે તેવી કોંગ્રેસ ની સ્થિતિ જણાતી નથી
