રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ની હાર થયા બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડે તેવી વાત વચ્ચે કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સૌથી આગળ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ની વ્યૂહરચના ગોઠવી શકે છે.
જોકે,વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે, જયારે પ્રદેશ-પ્રમુખની જવાબદારી નિભાવી શકે એ માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર ના નામો પણ ચર્ચા માં રહ્યા છે.
