અમદાવાદઃ કોરોના વાયરસના પ્રકોપ વધી રહ્યો છે અને એક-એક પણ સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ તેની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાના સુપરસ્ટાર ગણાતા નરેશ કનોડિયા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને તબિયત લથડતા હાલ તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા છે. હાલ તેમની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે
આજે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં
#prayfornareshkanodia pic.twitter.com/ZUkc6tm2fk
— hitu kanodia (@hitukanodia) October 22, 2020
“>
નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943નાં રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.